ધોરણ - ૮ ગણિત અને વિજ્ઞાન - અધ્યયન નિષ્પત્તિઓ અને પાઠ આયોજન | Created by Ritesh Saraiya
ARUNOGYAN
ARUNOGYAN
ARUNOGYAN
ARUNOGYAN
ARUNOGYAN
🙏 આદરણીય શિક્ષક મિત્રોને સપ્રેમ નમસ્કાર,
આપણા શૈક્ષણિક કાર્યને વધુ સરળ, રસપ્રદ અને પદ્ધતિસરનું બનાવવા માટે ધોરણ ૮ ના ગણિત અને વિજ્ઞાન વિષયના તમામ પ્રકરણો, તેના વિષયવસ્તુના મુદ્દાઓ, અધ્યયન નિષ્પત્તિ કોડ અને સૂચિત પ્રવૃત્તિઓનો આ ડિજિટલ ડેશબોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ડેશબોર્ડ આપને દૈનિક નોંધપોથી લખવામાં તેમજ વર્ગખંડમાં અધ્યાપન કાર્યમાં ખૂબ ઉપયોગી થશે.
📐 ગણિત (Mathematics)
🔬 વિજ્ઞાન (Science)
કોડ અભ્યાસ મુદ્દો / વિષયવસ્તુ અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) સૂચિત પ્રક્રિયા
M801
સંમેય સંખ્યાઓના ગુણધર્મો
પેટર્ન/ઉદાહરણ દ્વારા સંમેય સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વિશેના ગુણધર્મોનું સામાન્યીકરણ કરે છે અને સાદુંરૂપ આપે છે.
સંવૃતતા, ક્રમનો, જૂથનો અને વિભાજનનો ગુણધર્મ તારવવો.
M802
બે સંમેય સંખ્યા વચ્ચેની સંખ્યાઓ
આપેલ બે સંખ્યાઓની વચ્ચે આવેલ શક્ય એટલી સંમેય સંખ્યાઓ શોધે છે.
ગુણકની રીત અને મધ્યકની રીત દ્વારા મહાવરો કરાવવો.
M828
સંખ્યા રેખા પર નિરૂપણ
સંમેય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરે છે.
સંખ્યા રેખા પર ધન અને ઋણ સંમેય સંખ્યાઓ દર્શાવવી.
કોડ અભ્યાસ મુદ્દો / વિષયવસ્તુ અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) સૂચિત પ્રક્રિયા
M806.1
એક બાજુ પદાવલિ અને બીજી બાજુ સંખ્યા
એક બાજુ સુરેખ પદાવલિ અને બીજી બાજુ સંખ્યા હોય તેવા સમીકરણનો ઉકેલ મેળવે છે.
સમીકરણમાં બરાબર (=) ની બંને બાજુની સમતા સ્પષ્ટ કરાવવી.
M806.2
બંને બાજુ ચલ હોય તેવા સમીકરણ
બંને બાજુ ચલ હોય તેવા સમીકરણનો ઉકેલ મેળવે છે.
ચલ વાળા પદો એક બાજુ ભેગા કરીને સાદું રૂપ આપવું.
M806.3
વ્યવહારુ કૂટપ્રશ્નો
એકચલ સુરેખ સમીકરણ સંબંધી વ્યવહારૂ કોયડા ઉકેલે છે.
ધારેલી સંખ્યા, ઉંમર, કિંમત વગેરે પરથી સમીકરણ રચવું.
કોડ અભ્યાસ મુદ્દો / વિષયવસ્તુ અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) સૂચિત પ્રક્રિયા
M825
બહુકોણના પ્રકારો & ગુણધર્મો
બહુકોણને ઓળખે છે, વિકર્ણોની સંખ્યા, બહિર્મુખ/અંતર્મુખ, નિયમિત/અનિયમિત બહુકોણ સમજે છે.
બહુકોણો દોરી તેના ગુણધર્મો ચકાસવા.
M811
ચતુષ્કોણના ખૂણાઓનો સરવાળો
ચતુષ્કોણના ખૂણાઓના માપના સરવાળાના ગુણધર્મનો ઉપયોગ કરી કોયડા ઉકેલે છે.
બહુકોણના બધા જ બહિષ્કોણના માપનો સરવાળો 360° થાય તે આધારિત દાખલા ગણાવવા.
M812
સમાંતરબાજુ ચતુષ્કોણના ગુણધર્મો
સમાંતરબાજુ ચતુષ્કોણના વિવિધ ગુણધર્મો ચકાસે છે અને સંબંધો સ્થાપિત કરે છે.
વિકર્ણો, સામસામેના ખૂણા અને બાજુઓના માપનું પ્રાયોગિક માપન.
કોડ અભ્યાસ મુદ્દો / વિષયવસ્તુ અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) સૂચિત પ્રક્રિયા
M819.1
આવૃત્તિ વિતરણ કોષ્ટક
આપેલ માહિતીને આધારે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરે છે અને અર્થઘટન કરે છે.
કાચી માહિતી એકત્ર કરી લંબ આલેખ અને કોષ્ટક બનાવવું.
M819.5
વર્તુળ આલેખ (Pie Chart)
આપેલ માહિતી પરથી વર્તુળ આલેખ (પાઈ ચાર્ટ) દોરે છે અને તેનું અર્થઘટન કરે છે.
કેન્દ્ર આગળના ખૂણા શોધી વર્તુળ આલેખ દોરાવવો.
M820
તક અને સંભાવના (Probability)
સિક્કા/પાસાની મદદથી ભવિષ્યમાં થનારી ઘટનાઓની સંભાવનાની આગાહી કરે છે.
પાસા અને સિક્કા ઉછાળી પ્રાયોગિક પરિણામો એકત્ર કરવા.
કોડ અભ્યાસ મુદ્દો / વિષયવસ્તુ અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) સૂચિત પ્રક્રિયા
M804.1
વર્ગ સંખ્યા અને પેટર્ન
વર્ગસંખ્યા અને તેની લાક્ષણિકતાઓ જણાવે છે તથા પાયથાગોરીયન ત્રિપુટી શોધે છે.
નિત્યસમ અને રસપ્રદ પૅટર્ન દ્વારા વર્ગ શોધવાનો મહાવરો.
M804.3
વર્ગમૂળ શોધવાની રીતો
અવિભાજ્ય અવયવીકરણ, ભાગાકાર અને અનુમાનની રીતે વર્ગમૂળ શોધે છે.
અવિભાજ્ય અવયવ અને ભાગાકારની પદ્ધતિનો ઉપયોગ કરવો.
M804.8
દશાંશ સંખ્યાનું વર્ગમૂળ
દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધે છે.
દશાંશ ચિહ્નની ગોઠવણી ધ્યાને લઈ ભાગાકાર કરવો.
કોડ અભ્યાસ મુદ્દો / વિષયવસ્તુ અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) સૂચિત પ્રક્રિયા
M804.10
ઘન સંખ્યાઓની ઓળખ
ઘન સંખ્યા અને તેની લાક્ષણિકતાઓ જણાવે છે. પૂર્ણઘન સંખ્યા ઓળખે છે.
રસપ્રદ પૅટર્નથી પૂર્ણઘન સંખ્યાઓની ચકાસણી કરવી.
M804.11
ઘનમૂળ શોધન
અવિભાજ્ય અવયવીકરણ અને અનુમાનની રીતે ઘનમૂળ શોધે છે.
3-3 ના જૂથ બનાવી અવિભાજ્ય અવયવોની રીતે ઘનમૂળ તારવવું.
M804.13
ગુણવા કે ભાગવાની નાનામાં નાની સંખ્યા
આપેલ સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી કે ભાગવાથી પૂર્ણઘન મળે તે શોધે છે.
અવયવીકરણમાં ખૂટતા અવયવો શોધવાની પ્રવૃત્તિ.
કોડ અભ્યાસ મુદ્દો / વિષયવસ્તુ અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) સૂચિત પ્રક્રિયા
M809
વળતર, નફો-ખોટ અને GST
વળતર (Discount), નફો-ખોટ, ટકાવારી અને GST ની ગણતરી કરે છે.
છેપેલી કિંમત અને વેચાણ કિંમતના વ્યવહારિક દાખલા.
M809.1
ચક્રવૃદ્ધિ વ્યાજ (Compound Interest)
સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરે છે અને કોયડા ઉકેલે છે.
સૂત્ર A = P(1 + R/100)^n નો ઉપયોગ કરી વ્યાજમુદ્દલ શોધવું.
કોડ અભ્યાસ મુદ્દો / વિષયવસ્તુ અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) સૂચિત પ્રક્રિયા
M807
પદાવલિના સરવાળા, બાદબાકી & ગુણાકાર
સજાતીય-વિજાતીય પદો ઓળખી બૈજિક પદાવલિના સરવાળા, બાદબાકી અને ગુણાકાર કરે છે.
એકપદી, દ્વિપદી અને ત્રિપદીના વિભાજન નિયમથી ગુણાકાર.
M808
પ્રમાણિત નિત્યસમનો ઉપયોગ
વિવિધ બૈજિક નિત્યસમનો ઉપયોગ કરી કિંમત શોધે છે અને કોયડા ઉકેલે છે.
(a+b)², (a-b)², (a+b)(a-b) નિત્યસમોનો મહાવરો.
કોડ અભ્યાસ મુદ્દો / વિષયવસ્તુ અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) સૂચિત પ્રક્રિયા
M816
સમલંબ ચતુષ્કોણ & બહુકોણનું ક્ષેત્રફળ
સમલંબ ચતુષ્કોણ અને સામાન્ય બહુકોણને વિભાજિત કરી ક્ષેત્રફળ શોધી ઉકેલે છે.
ગ્રાફ પેપર અને સૂત્રોની મદદથી અંદાજ મેળવવો.
M818
ઘન, લંબઘન, નળાકારનું પૃષ્ઠફળ & ઘનફળ
સમઘન, લંબઘન અને નળાકાર વસ્તુઓનું પૃષ્ઠફળ તથા ઘનફળ શોધે છે.
3D આકારોના કાગળના નેટ (Nets) બનાવી સૂત્રો તારવ્યા.
કોડ અભ્યાસ મુદ્દો / વિષયવસ્તુ અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) સૂચિત પ્રક્રિયા
M805.1
ઋણ ઘાતાંકની સમજ
ઋણ ઘાતાંકને ધન ઘાતાંકમાં અને ઘન ઘાતાંકને ઋણ ઘાતાંકમાં દર્શાવે છે.
10^-1, 10^-2 ના ઉદાહરણોથી નિયમ સમજાવવો.
M805.2
ઘાતાંકના નિયમો & પ્રમાણિત સ્વરૂપ
ઘાતાંકના નિયમોથી સાદુંરૂપ આપે છે અને સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપે દર્શાવે છે.
ખૂબ નાની કે મોટી સંખ્યાઓને 10 ના ઘાત સ્વરૂપે દર્શાવવી.
કોડ અભ્યાસ મુદ્દો / વિષયવસ્તુ અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) સૂચિત પ્રક્રિયા
M810
સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ
રોજિંદા જીવનની રાશિઓના સંબંધ પરથી સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણના કોયડા ઉકેલે છે.
x/y = k (સમપ્રમાણ) અને x·y = k (વ્યસ્ત પ્રમાણ) ના કોષ્ટક બનાવવા.
કોડ અભ્યાસ મુદ્દો / વિષયવસ્તુ અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) સૂચિત પ્રક્રિયા
M823
પદાવલિના અવયવો અને ભાગાકાર
સામાન્ય અવયવ, પુનઃગોઠવણી અને નિત્યસમ દ્વારા અવયવ પાડે છે તથા બૈજિક ભાગાકાર કરે છે.
અંશ અને છેદના અવયવો ઉડાડી સાદું રૂપ આપવું.
કોડ અભ્યાસ મુદ્દો / વિષયવસ્તુ અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) સૂચિત પ્રક્રિયા
M824
રેખિક આલેખ અને બિંદુઓનું આલેખન
આલેખ પર બિંદુના (x, y) નિર્દેશાંક દર્શાવે છે, રેખિક આલેખ દોરે છે અને અર્થઘટન કરે છે.
x-અક્ષ અને y-અક્ષ પર બિંદુઓનું નિરૂપણ કરાવવું.
કોડ અભ્યાસ મુદ્દો / વિષયવસ્તુ અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) સૂચિત પ્રક્રિયા
SC802
પાકના પ્રકારોનું વર્ગીકરણ
ખરીફ પાક અને રવિ પાકને તેમની લાક્ષણિકતાના આધારે વર્ગીકૃત કરે છે.
ઋતુ મુજબ વાવવામાં આવતા પાકની યાદી બનાવી જૂથબદ્ધ કરવા.
SC804
સિંચાઈ પદ્ધતિઓ અને લણણી
સિંચાઈ પદ્ધતિઓને પાકની જરૂરિયાત અને પાણીના બચાવ સાથે જોડે છે અને લણણી સમજાવે છે.
ટપક અને ફુવારા પદ્ધતિનું મોડેલ કે ચાર્ટ બનાવવો.
SC811
ખેત ઓજારો અને અનાજનો સંગ્રહ
સ્વસ્થ જમીન તૈયાર કરવા, ખેત ઓજારોનો યોગ્ય ઉપયોગ કરવા અને અનાજનો સંગ્રહ કરવામાં વૈજ્ઞાનિક ખ્યાલો લાગુ કરે છે.
સ્થાનિક ખેતરની મુલાકાત લઈ ખેત પદ્ધતિઓ જાણવી.
કોડ અભ્યાસ મુદ્દો / વિષયવસ્તુ અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) સૂચિત પ્રક્રિયા
SC802
સૂક્ષ્મજીવોનું વર્ગીકરણ
ઉપયોગી અને નુકસાનકારક સૂક્ષ્મજીવોનું વર્ગીકરણ કરે છે.
બેક્ટેરિયા, ફૂગ, પ્રોટોઝોઆ અને લીલના લક્ષણો સરખાવવા.
SC805
નાઈટ્રોજન ચક્ર અને આહાર જાળવણી
નાઈટ્રોજન ચક્ર અને ખોરાકની જાળવણીની પદ્ધતિઓ સમજાવે છે.
નાઈટ્રોજન ચક્રનો ફ્લોચાર્ટ દોરાવવો.
SC812
વૈજ્ઞાનિક શોધોની કદર
શીતળાની રસી (એડવર્ડ જેનર) અને પેનિસિલિન (એલેક્ઝાન્ડર ફ્લેમિંગ) ની શોધવાર્તાઓની ચર્ચા કરી કદર કરે છે.
વૈજ્ઞાનિકોના જીવનચરિત્ર અને રસીકરણ અંગે નિબંધ/ચર્ચા.
કોડ અભ્યાસ મુદ્દો / વિષયવસ્તુ અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) સૂચિત પ્રક્રિયા
SC802
કુદરતી સંસાધનો
પુનઃપ્રાપ્ય અને પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધનોનું વર્ગીકરણ કરે છે.
સંસાધનોના અક્ષય અને મર્યાદિત જથ્થાની યાદી બનાવવી.
SC803
કોલસો અને પેટ્રોલિયમનું નિર્માણ
કોલસો અને પેટ્રોલિયમ કેવી રીતે બને છે તે જાણવા સરળ તપાસ અને ચર્ચા હાથ ધરે છે.
અશ્મિબળતણ બનવાની પ્રક્રિયા વિડીયો/ચાર્ટથી દર્શાવવી.
SC813
બળતણનો વિવેકપૂર્ણ ઉપયોગ
બળતણનો વિવેકપૂર્ણ અને યોગ્ય ઉપયોગ કરી પર્યાવરણના રક્ષણ માટે પ્રયત્ન કરે છે.
PCRA ની સલાહ મુજબ બળતણ બચાવવાના ઉપાયો લખવા.
કોડ અભ્યાસ મુદ્દો / વિષયવસ્તુ અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) સૂચિત પ્રક્રિયા
SC803
દહન માટેની શરતો
દહન માટે જરૂરી શરતો (હવા, જ્વલનબિંદુ, બળતણ) અંગે પ્રયોગો/તપાસ કરે છે.
મીણબત્તી પર કાચનો ગ્લાસ ઢાંકીને હવાની જરૂરિયાત ચકાસવી.
SC805
જ્યોતના ભાગો
જ્યોતના ભાગો (સૌથી બહારનો, મધ્ય અને અંદરનો વિસ્તાર) ની નામનિર્દેશન વાળી આકૃતિ દોરી સમજાવે છે.
મીણબત્તીની જ્યોતના વિવિધ વિસ્તારો દોરાવવા.
SC810
અગ્નિશામકનું નિર્માણ
પોતાની આસપાસની વસ્તુઓથી સાદા અગ્નિશામક (Fire Extinguisher) નું નિર્માણ કરે છે.
બેકિંગ સોડા અને એસિડથી CO2 ઉત્પન્ન કરવાનું સાદું મોડેલ.
કોડ અભ્યાસ મુદ્દો / વિષયવસ્તુ અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) સૂચિત પ્રક્રિયા
SC804
વનનાબૂદી અને રણનિર્માણ
વનનાબૂદીને રણનિર્માણ અને પૂર જેવી હોનારતો સાથે જોડે છે.
જંગલો કાપવાથી થતી અસરો પર જૂથ ચર્ચા.
SC811
જૈવ આરક્ષિત વિસ્તારો & રેડ ડેટા બુક
સ્થાનિક જાતિઓ, અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને રેડ ડેટા બુકનો ઉપયોગ સમજે છે.
લુપ્તપ્રાય જાતિઓની યાદી અને રેડ ડેટા બુકનું મહત્વ.
SC813
પુનઃ વનીકરણ (Reforestation)
પર્યાવરણ સંરક્ષણ માટે પુનઃ વનીકરણના પ્રયાસો સૂચવે છે.
વૃક્ષારોપણ પ્રોજેક્ટ અને જંગલો બચાવવાની યોજના.
કોડ અભ્યાસ મુદ્દો / વિષયવસ્તુ અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) સૂચિત પ્રક્રિયા
SC801
અંતઃઅપત્યપ્રસવી & અંડપ્રસવી
બચ્ચાંને જન્મ આપતાં અને ઈંડાં મૂકતાં પ્રાણીઓ વચ્ચે ભેદ તારવે છે.
પ્રાણીઓના પ્રજનન પ્રકારોનું વર્ગીકરણ.
SC805
લિંગી અને અલિંગી પ્રજનન
મનુષ્યના પ્રજનન અંગોની આકૃતિ દોરે છે અને હાઈડ્રામાં કલિકાસર્જન/અમીબામાં દ્વિભાજન સમજાવે છે.
નર અને માદા પ્રજનન અંગોની નામનિર્દેશિત આકૃતિ દોરવી.
SC812
ક્લોનિંગ (Cloning) ની શોધ
ડોલી ઘેટાંના ક્લોનિંગની વૈજ્ઞાનિક શોધની ચર્ચા કરે છે.
ઈયાન વિલ્મુટે કરેલ ક્લોનિંગ પ્રયોગની વાર્તા વાંચવી.
કોડ અભ્યાસ મુદ્દો / વિષયવસ્તુ અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) સૂચિત પ્રક્રિયા
SC804
યૌવનારંભમાં થતા ફેરફારો
યૌવનારંભમાં થતા શારીરિક ફેરફારો અને ગૌણ જાતીય લક્ષણોને કારણો સાથે જોડે છે.
અંતઃસ્ત્રાવોની ભૂમિકા અને ઊંચાઈમાં થતા વધારાનો ચાર્ટ.
SC811
તરુણાવસ્થા સબંધિત માન્યતાઓ
તરુણાવસ્થા સબંધિત ખોટી માન્યતા અને બંધનોને વૈજ્ઞાનિક તર્કથી પડકારે છે.
સ્વાસ્થ્ય, સંતુલિત આહાર અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે માર્ગદર્શન.
કોડ અભ્યાસ મુદ્દો / વિષયવસ્તુ અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) સૂચિત પ્રક્રિયા
SC801
સંપર્ક બળ અને અસંપર્ક બળ
સંપર્ક બળો (સ્નાયુબળ, ઘર્ષણબળ) અને અસંપર્ક બળો (ચુંબકીય, સ્થિરવિદ્યુત, ગુરુત્વાકર્ષણ) ને અલગ તારવે છે.
વિવિધ બળોનું નિદર્શન અને પ્રવૃત્તિઓ.
SC805
દબાણ અને વાતાવરણીય દબાણ
એકમ ક્ષેત્રફળ પર લાગતા બળ તરીકે દબાણ (P = F/A) અને વાતાવરણનું દબાણ સમજાવે છે.
પ્રવાહી દ્વારા ઊંડાઈ સાથે લાગતા દબાણનો પ્રયોગ.
કોડ અભ્યાસ મુદ્દો / વિષયવસ્તુ અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) સૂચિત પ્રક્રિયા
SC805
ઘર્ષણબળ અને તેના પ્રકારો
ઘર્ષણબળને અસરકર્તા પરિબળો, સ્થૈતિક, સરકતું અને ગબડતું ઘર્ષણ તથા તરલ ઘર્ષણ સમજાવે છે.
ઢાળ પરથી વસ્તુ ગબડાવી અંતર માપવું.
SC811
ઘર્ષણ વધારવું અને ઘટાડવું
જરૂરિયાત મુજબ ઘર્ષણ વધારવાના (ટાયરમાં ખાંચા) કે ઘટાડવાના (બોલ બેરિંગ, ઓઈલ) ઉપાયો લાગુ કરે છે.
કેરમ બોર્ડ પર પાવડર છાંટવો કે મશીનમાં ગ્રીસ પૂરવું.
કોડ અભ્યાસ મુદ્દો / વિષયવસ્તુ અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) સૂચિત પ્રક્રિયા
SC805
કંપન, કંપવિસ્તાર અને આવૃત્તિ
ધ્વનિની ઉત્પત્તિ, કંપનનો કંપવિસ્તાર, આવર્તકાળ અને આવૃત્તિ (Hz) ની વ્યાખ્યાઓ સમજાવે છે.
દોલક બનાવી આવર્તકાળ અને આવૃત્તિ ગણવી.
SC810
રમકડાંનો ટેલિફોન & એકતારો
આસપાસની વસ્તુઓથી એકતારો કે રમકડાંનો ટેલિફોન બનાવી ધ્વનિ પ્રસરણ દર્શાવે છે.
દોરી અને પેપર કપથી ટેલિફોન બનાવવો.
SC811
ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ
ઘોંઘાટ અને સંગીત વચ્ચેનો ભેદ સમજી ધ્વનિ પ્રદૂષણ ઘટાડવાના પગલાં લે છે.
વૃક્ષારોપણ અને હોર્નનો ઓછો ઉપયોગ કરવા અંગે જાગૃતિ.
કોડ અભ્યાસ મુદ્દો / વિષયવસ્તુ અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) સૂચિત પ્રક્રિયા
SC801
પ્રવાહી વિદ્યુતના સુવાહકો/અવાહકો
પ્રવાહી વિદ્યુતના સુવાહક છે કે અવાહક તેની ચકાસણી ટેસ્ટર વડે કરે છે.
લીંબુનો રસ, નિસ્યંદિત પાણી, મીઠાના દ્રાવણમાં ટેસ્ટર વાપરવું.
SC805
ઢોળ ચડાવવાની ક્રિયા (Electroplating)
વિદ્યુતપ્રવાહની રાસાયણિક અસર અને ઈલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા સમજાવે છે.
તાંબાની પ્લેટ પર કોપર સલ્ફેટના દ્રાવણથી ઢોળ ચડાવવો.
કોડ અભ્યાસ મુદ્દો / વિષયવસ્તુ અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) સૂચિત પ્રક્રિયા
SC810
વિદ્યુતદર્શક (Electroscope) & સિસ્મોગ્રાફ
સ્થિર વિદ્યુતભારની ચકાસણી માટે વિદ્યુતદર્શક કે સિસ્મોગ્રાફનો નમૂનો બનાવે છે.
કાચની બ बरણી, રીફિલ અને એલ્યુમિનિયમ ફોઈલથી વિદ્યુતદર્શક બનાવવું.
SC811
વીજળી અને ભૂકંપ સામે સુરક્ષા
વીજળી પડવી કે ભૂકંપ જેવી કુદરતી આપત્તિ વખતે બચાવના પગલાં લે છે.
ગાજવીજ સમયે સુરક્ષિત સ્થાન શોધવું અને લાઈટનિંગ કંડક્ટર સમજવું.
કોડ અભ્યાસ મુદ્દો / વિષયવસ્તુ અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes) સૂચિત પ્રક્રિયા
SC807
પરાવર્તનના નિયમોનું માપન
આપાતકોણ અને પરાવર્તનકોણનું માપન કરી તેમના સમાન મૂલ્યની ચકાસણી કરે છે.
અરીસા અને સુ Ord ને આપાતકિરણ-પરાવર્તિત કિરણ દોરવું.
SC810
કેલિડોસ્કોપ (Kaleidoscope) ની રચના
ગુણક પ્રતિબિંબો આધારિત કેલિડોસ્કોપ કે પેરિસ્કોપ નમૂનાનું નિર્માણ કરે છે.
ત્રણ અરીસાની પટ્ટીઓ જોડી રંગીન કાચના ટુકડાથી કેલિડોસ્કોપ બનાવવું.
SC812
બ્રેઈલ લિપિ (Braille System)
પ્રજ્ઞાચક્ષુઓ માટેની બ્રેઈલ લિપિની શોધ વિશે જાણી વૈજ્ઞાનિકની કદર કરે છે.
લુઈસ બ્રેઈલના જીવન અને ઉપસાવેલા ટપકાં વાળી લિપિનો પરિચય.
×
🌟 ARUNOGYAN સાથે જોડાયેલા રહો!
નવીનતમ શૈક્ષણિક મટીરીયલ, પાઠ આયોજન અને પરિપત્રો માટે અમારા શૈક્ષણિક બ્લોગને ફોલો કરો અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ.
Comments
Post a Comment