ધોરણ 7, વિષય ગણિત ના ત્રિમાસિક 5 પ્રશ્ન પત્ર downlod
ધોરણ-૭ ગણિત : પ્રથમ સત્ર (પ્રકરણ ૧ થી ૩)
GCERT પ્રશ્નબૅંક અને પરિરૂપ (Blueprint) આધારિત ૫ આદર્શ પ્રશ્નપત્રો (કુલ ગુણ: ૪૦)
ધોરણ-૭ ગણિત : પ્રથમ સત્ર (પ્રકરણ ૧ થી ૩) બ્લૂપ્રિન્ટ અને માર્ગદર્શિકા
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી / GCERT ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલ પ્રથમ સત્રાંત કસોટી પરિરૂપ (2026-27)
| પ્રકરણ | અધ્યયન નિષ્પત્તિ (LO) | પ્રશ્ન પ્રકાર & વિગત | પ્રશ્ન સંખ્યા | કુલ ગુણ |
|---|---|---|---|---|
| ૧. પૂર્ણાંક સંખ્યાઓ | LO-701 (14 ગુણ) | પ્રશ્ન ૧.(A) MCQ (દરેકનો ૧ ગુણ) | ૪ | ૪ |
| પ્રશ્ન ૧.(B) અતિટૂંકજવાબી / મને ઓળખો (દરેકનો ૧ ગુણ) | ૩ | ૩ | ||
| પ્રશ્ન ૧.(C) ટૂંકજવાબી પ્રશ્નો (દરેકના ૨ ગુણ) | ૨ | ૪ | ||
| પ્રશ્ન ૧.(D) નિબંધ પ્રકારનો વ્યવહારુ દાખલો (૩ ગુણ) | ૧ | ૩ | ||
| ૨. અપૂર્ણાંક અને દશાંશ | LO-702 (08 ગુણ) | પ્રશ્ન ૨.(A) MCQ (દરેકનો ૧ ગુણ) | ૩ | ૩ |
| પ્રશ્ન ૨.(B) ખોટો શબ્દ ચેકી વિધાન ફરી લખો (દરેકનો ૧ ગુણ) | ૩ | ૩ | ||
| પ્રશ્ન ૨.(C) ટૂંકજવાબી દાખલો (૨ ગુણ) | ૧ | ૨ | ||
| LO-703 (08 ગુણ) | પ્રશ્ન ૩.(A) MCQ / વિધાન-કારણ (દરેકનો ૧ ગુણ) | ૩ | ૩ | |
| પ્રશ્ન ૩.(B) હંમેશા/ક્યારેક/ક્યારેય નહિ પસંદ કરો (૧ ગુણ) | ૩ | ૩ | ||
| પ્રશ્ન ૩.(C) ટૂંકજવાબી દાખલો (૨ ગુણ) | ૧ | ૨ | ||
| ૩. માહિતીનું નિયમન | LO-718 (10 ગુણ) | પ્રશ્ન ૪.(A) MCQ (દરેકનો ૧ ગુણ) | ૨ | ૨ |
| પ્રશ્ન ૪.(B) ખોટો શબ્દ ચેકી વિધાન ફરી લખો (દરેકનો ૧ ગુણ) | ૨ | ૨ | ||
| પ્રશ્ન ૪.(C) નિબંધ પ્રકારના પ્રશ્નો/આલેખ (દરેકના ૩ ગુણ) | ૨ | ૬ | ||
| કુલ સરવાળો | ૨૨ પ્રશ્નો | ૪૦ ગુણ | ||
૧. પૂર્ણાંક સંખ્યાઓ (Integers) - LO-701
સરવાળા માટે તટસ્થ ઘટક 0 છે, ગુણાકાર માટે તટસ્થ ઘટક 1 છે. સરવાળા વિશે સંવૃતતા, ક્રમનો નિયમ (a + b = b + a), જૂથનો નિયમ, અને વિભાજનનો નિયમ [a × (b + c) = (a × b) + (a × c)] પૂર્ણાંક સંખ્યાઓ પાળે છે. બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ધન પૂર્ણાંક થાય.
૨. અપૂર્ણાંક અને દશાંશ (Fractions & Decimals) - LO-702 / LO-703
કોઈપણ અપૂર્ણાંકને તેના વ્યસ્ત વડે ગુણતા જવાબ 1 મળે. દશાંશ સંખ્યાને 10, 100, 1000 વડે ગુણતા દશાંશ ચિહ્ન જમણી તરફ અને ભાગતાં ડાબી તરફ ખસે છે. શૂન્યનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો નથી.
૩. માહિતીનું નિયમન (Data Handling) - LO-718
સરાસરી (મધ્યક) = બધો પ્રાપ્તાંકોનો સરવાળો ÷ કુલ સંખ્યા. વિસ્તાર = મહત્તમ પ્રાપ્તાંક - ન્યૂનતમ પ્રાપ્તાંક. બહુલક = સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક. મધ્યસ્થ = ચડતા ક્રમમાં બરાબર વચ્ચે આવતો પ્રાપ્તાંક.
પ્રશ્નપત્ર આવતા નથી
ReplyDeleteપ્રશ્ન પત્ર -1, 2,3 એમ લખેલ છે તેનાં પર ક્લીક કરતા આવશે... Blog ફોલ્લો કરો ની નીચે પ્રશ્ન પત્ર નંબર લખેલ છે તેનાં પર ક્લિક કરો
Delete