STD 6 Science (Kutuhal) Trimasik Kasoti Model Papers 2026-27 | 5 પેપર સેટ PDF / Word
ધોરણ-૬ વિજ્ઞાન (કુતૂહલ) : પ્રથમ સત્ર ત્રિમાસિક કસોટી
GCERT પ્રશ્નબૅંક અને પરિરૂપ (2026-27) આધારિત ૫ આદર્શ મોડેલ પ્રશ્નપત્રો (કુલ ગુણ: ૪૦)
ધોરણ-૬ વિજ્ઞાન (કુતૂહલ) પ્રથમ સત્ર - બ્લૂપ્રિન્ટ અને પ્રશ્ન માળખું
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલ બ્લૂપ્રિન્ટ (કુલ ગુણ: ૪૦)
| ક્ષમતા (Competency) | પ્રશ્ન પ્રકાર | કુલ પ્રશ્ન | કુલ ગુણ |
|---|---|---|---|
| C 3.1: સજીવોનું વૈવિધ્ય અને અનુકૂલન | MCQ (૧ ગુણ) | ૪ | ૪ |
| વર્ગીકરણ / હેતુલક્ષી (૩ ગુણ) | ૧ | ૩ | |
| ટૂંક જવાબી પ્રશ્નો (૨ ગુણ) | ૧ | ૨ | |
| ટૂંક જવાબી પ્રશ્નો (૩ ગુણ) | ૧ | ૩ | |
| વિસ્તૃત / કેસ સ્ટડી (૪ ગુણ) | ૧ | ૪ | |
| C 4.1: પોષણ, રસોઈ પદ્ધતિ અને સ્વાસ્થ્ય | MCQ (૧ ગુણ) | ૪ | ૪ |
| જોડકાં / વર્ગીકરણ (૩ ગુણ) | ૧ | ૩ | |
| ટૂંક જવાબી પ્રશ્નો (૨ ગુણ) | ૧ | ૨ | |
| ટૂંક જવાબી પ્રશ્નો (૩ ગુણ) | ૧ | ૩ | |
| વિસ્તૃત જવાબી (૪ ગુણ) | ૧ | ૪ | |
| C 6.2: વૈજ્ઞાનિક તપાસ, અવલોકન અને પુરાવા | MCQ (૧ ગુણ) | ૨ | ૨ |
| મને ઓળખો / હેતુલક્ષી (૪ ગુણ) | ૪ | ૪ | |
| ટૂંક જવાબી પ્રશ્નો (૨ ગુણ) | ૧ | ૨ | |
| કુલ સરવાળો | ૨૩ પ્રશ્નો | ૪૦ ગુણ | |
૧. પ્રકરણ ૨: સજીવ સૃષ્ટિમાં વિવિધતા
વનસ્પતિના વિવિધ પ્રકારો (છોડ, ક્ષુપ, વૃક્ષ, વેલા), મૂળતંત્રના પ્રકારો (સોટીમય અને તંતુમય) તેમજ પર્ણનો શિરાવિન્યાસ (જાળીદાર અને સમાંતર) વચ્ચેનો સંબંધ સમજવો. પ્રાણીઓના નિવાસસ્થાન (ભૂ-નિવાસસ્થાન અને જલીય) તથા રણ, પર્વતો કે પાણીમાં ટકી રહેવા માટેના વિશિષ્ટ અનુકૂલનો અભ્યાસ કરવા.
૨. પ્રકરણ ૩: ઉચિત આહાર : સ્વસ્થ શરીરનો માર્ગ
આહારના મુખ્ય પોષક ઘટકો (કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન્સ અને ખનીજક્ષારો) ના સ્ત્રોતો અને કાર્યો. પોષક તત્વોના પરીક્ષણ (આયોડિન, કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાનો ઉપયોગ), ત્રુટિજન્ય રોગો, સમતોલ આહારનું મહત્વ અને પરંપરાગત તથા આધુનિક રસોઈ પદ્ધતિઓની પોષણ મૂલ્ય પર અસર સમજવી.
Std 7 and 8 nu pan mukjo
ReplyDeleteમુકી દીધું છે મિત્ર
ReplyDelete